ગુજરાત / નશામાં રહેલી પત્નીએ રસ્તા પર જ ઊંઘી જવાની જીદ પકડી, કરુણ અંજામ આવ્યો.

  • 13-Jan-2022 09:09 AM

 

પતિ અને પત્ની વચ્ચે થતા સામાન્ય ઝઘડા ક્યારેક વધારે હિંસક બની જતા આવેશમાં આવીને ભરેલા પગલાનું ખરાબ પરિણામ આવતું હોય છે. આવી જ એક ઘટના બની છે કે જેમાં પતિ-પત્ની દારુના નશામાં હતા અને આ દરમિયાન ઘરે જતા પત્નીએ વિચિત્ર વાત કરતા બન્ને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને પછી આ ઝઘડામાં આવેશમાં આવેલા પતિએ પત્નીનો જીવ લઈ લીધો હતો.

પત્નીએ રસ્તામાં જ ઊંઘી જવાની જીદ કરી

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઘટના ઝારખંડના બલરામપુર-રામનુજગંજના રકૈયાની છે, આ ગામમાં રહેતા પતિ-પત્ની 7 જાન્યુઆરીએ દારુના નશામાં હતા અને પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન પત્ની સુખમેત બાઈએ 46 વર્ષના પતિ ગહનુ રામને કહ્યું કે આપણે રસ્તામાં જ ઊંઘી જઈએ. પતિએ પત્નીની વિચિત્ર વાંચ સાંભળીને તેને ઘરે જઈને ઊંઘી જવા માટે કહ્યું હતું. આ પછી નશામાં રહેલી સુખમેતે ઉશ્કેરાઈને ગહનુને લાફો મારી દીધો અને પોતે ત્યાં જ ઊંઘી ગઈ હતી.

પત્નીએ લાફો માર્યા બાદ નશામાં રહેલો ગહનુએ પત્નીને ઢસડીને ઘરે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુખમેત ત્યાંથી ઉઠવા માટે તૈયાર નહોતી અને તે પતિને મારવા લાગી હતી. આ પછી ગહનુ પણ આવેશમાં આવી ગયો હતો અને તેણે સુખમેતે મારેલા લાફાનો બદલો લેવા માટે ત્યાં પડેલા પથ્થરથી તેના માથામાં ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. પોલીસને લાશ મળ્યા બાદ પતિની શોધખોળ શરુ કરવામાં આવી હતી.

 

Share This :

Related Articles

Leave a Comment