ધર્મ દર્શન / કેવો રહેશે તમારો આજનો દિવસ,તારીખ 15 જાન્યુઆરી 2022નું રાશિફળ.

  • 15-Jan-2022 08:32 AM

આજે 15 જાન્યુઆરી શનિવારનો દિવસ છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં આવીને સંચાર કરશે. અહીં ચંદ્ર ગુરુ સાથે નવમો પાંચમો યોગ બનાવશે. જ્યારે શુક્ર અને ચંદ્ર એક બીજાની આમને સામને રહેશે. ગ્રહોની આ સ્થિતિથી આજનો દિવસ મિથુન રાશિ માટે સંપૂર્ણપણે અનૂકુળ રહેશે, ગંભીરતાથી કામ લેવું પડશે. અન્ય રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ, આવો જોઈએ.

મેષ

આજના દિવસે આ રાશિના જાતકોના સાહસ અને પરાક્રમમાં વધારો થશે. સ્વાસ્થ્યને લઈને તમારે સાવધાની રાખવી પડશે અને ગળુ તથા પેટ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આજના દિવસે વેપારીઓને પોતાના સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. કેટલાંક જાતકોને કામ સંબંધિત નાની મુસાફરી કરવી પડી શકે છે. સામાજિક સ્તરે પોતાના માન સન્માનનો ખ્યાલ રાખીને તમારે કાર્ય કરવું જોઈએ. આજે તમારૂ નસીબ તમને 84 ટકા સુધી સાથ આપી રહ્યું છે. હનુમાન ચાલીસાના પાઠ કરજો.

વૃષભ

આજે આ રાશિના વેપારીઓ પોતાના વ્યવસાયનો વિસ્તાર કરવાનો વિચાર કરી શકે છે. આર્થિક પક્ષથી પણ આજનો દિવસ શુભ સાબિત થઈ શકે છે. આ રાશિના કેટલાંક જાતકોની મુલાકાત સમાજના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે થઈ શકે છે. આજના દિવસે તમને પિતાનો સહયોગ પણ મળી રહેશે. જેનાથી જીવનની અનેક મુશ્કેલીઓનું તમે નિરાકરણ લાવી શકશો. આજે તમારૂ નસીબ તમને 82 ટકા સુધી સાથ આપી રહ્યું છે. શનિ સ્ત્રોતના પાઠ કરજો.

મિથુન

આજે પારિવારિક જીવનમાં તમે સંતુલન બેસાડી શકો છો, કોઈની સાથે મતભેદ હશે તો દૂર થઈ શકે છે. આજના દિવસે તમારી કલ્પનાશક્તિ વધી શકે છે. જેનાથી કલા ક્ષેત્રે કામ કરનારા લોકોને લાભ થશે. આ રાશિના લોકોની એકાગ્રતામાં વધારો થઈ શકે છે. આજના દિવસે જીવનસાથીનો સહયોગ તમને મળી શકે છે. આજે તમારૂ નસીબ તમને 84 ટકા સુધી સાથ આપી રહ્યું છે. કિન્નરોનો આશીર્વાદ લેજો.

કર્ક

આજે કોઈ કારણોસર તમારૂ મન ઉદાસ થઈ શકે છે. કોઈ દોસ્ત કે પછી સંબંધી સાથે વાત કરીને સારુ લાગશે. આ રાશિના જાતકોએ આર્થિક મામલાને લઈને સાવધાન રહેવું પડશે. મનને સંતુલિત કરવા માટે પ્રાણાયામ કરશો તો તમારા માટે સારુ રહેશે. પરિવારમાં કોઈ સભ્યનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે, તેમનું ધ્યાન રાખજો. આજે તમારૂ નસીબ તમને 75 ટકા સુધી સાથ આપી રહ્યું છે. ભગવાન શિવની આરાધના કરજો.

સિંહ

આજના દિવસે આવકમાં વધારો થઈ શકે છે, કે પછી ધન લાભ થઈ શકે છે. આજના દિવસે મહત્વપૂર્ણ કામ માટે તમારે લાંબી મુસાફરી કરવી પડી શકે છે. આજના દિવસે તમારા મનમાંથી નકારાત્કમતા દૂર થઈ શકે છે. જો કે, આ રાશિના જાતકોએ ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ. આજે તમારૂ નસીબ તમને 88 ટકા સુધી સાથ આપી રહ્યું છે. આદિત્ય હૃદય સ્ત્રોતના પાઠ કરજો.

કન્યા

આજના દિવસે કોઈ યુક્તિ અપનાવીને કાર્યક્ષેત્રમાં કોઈ અસાધ્ય કામને પૂરૂ કરી શકો છો. પ્રતિયોગી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં છો તો દોસ્તોનો સહયોગ મળી શકે છે. આઈટી ક્ષેત્રે કામ કરી રહ્યા હોવ તો આજના દિવસે કોઈ મોટો પ્રોજેક્ટ હાથ લાગી શકે છે. માતા-પિતા સાથેના સંબંધો સુધરશે. આજે તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળી શકે છે. આજે તમારૂ નસીબ તમને 84 ટકા સુધી સાથ આપી રહ્યું છે. ભગવાન કૃષ્ણની પૂજા કરજો.

તુલા

આજના દિવસે તુલા રાશિના અનેક જાતકોનો ભોગ્યોદય થઈ શકે છે, અટવાયેલી યોજનાઓ પૂરી થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. આજના દિવસે કેટલાંક જાતકોના પરિવારમાં શુભ માંગલિક કાર્યો થઈ શકે છે. આજના દિવસે તમારી માનસિકતામાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળી શકે છે. વ્યવસાયમાં લાભ મળવાની સંભાવના છે. આજે તમારૂ નસીબ તમને 90 ટકા સુધી સાથ આપી રહ્યું છે. માતા સંતોષીની પૂજા કરજો.

વૃશ્ચિક

આજના દિવસે તમારા કોઈ સીનિયરની કોઈ વાત તમને ડંખી શકે છે. કાર્યક્ષેત્રમાં માહોલ તમારી વિપરિત હોઈ શકે છે, એટલા માટે સંભાળીને રહેજો. જો કે, આજે આ રાશિના કેટલાંક જાતકોને અચાનક ધન લાભ થઈ શકે છે. આજના દિવસે પિતાના સ્વાસ્થ્યને લઈને તમારે સાવધાન રહેવું પડશે. તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો. આજે તમારૂ નસીબ તમને 78 ટકા સુધી સાથ આપી રહ્યું છે. માતા-પિતાના આશીર્વાદ લેજો.

ધન

આજે આ રાશિના લોકો પોતાના જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકો છો. આજના દિવસે કેટલાંક લોકો પોતાના જીવનસાથી સાથે મળીને પોતાની સાસરી પક્ષના લોકોને મળવા માટે જઈ શકો છો. આ રાશિના વેપારીઓને પોતાના વેપારમાં નફો કરવાની તક મળી શકે છે. જો તમે નોકરી કરતા હોવ તો સહકર્મીઓ તમને સહકાર આપશે. આજે પારિવારિક જીવનમાં જે પણ વાતચીત કરો એ સાવધાનીપૂર્વક કરજો, કેમ કે કોઈ તમારી વાતનું ખોટુ લગાડી શકે છે. આજે તમારૂ નસીબ તમને 80 ટકા સુધી સાથ આપી રહ્યું છે. પીળી વસ્તુઓનું દાન કરજો.

મકર

આજે શત્રુઓથી સાવધાન રહેજો. આજના દિવસે કોઈ પણ પર વધારે પડતો વિશ્વાસ મૂકતા પહેલાં બચજો. જો તમે જોબ કરવાનું વિચારી રહ્યા હોવ તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અને સૂચન ચોક્કસ લેજો. આજે પરિવારના સભ્યો સાથે સુમેળ બનાવવાના પ્રયાસો કરવા પડશે. જો તમે કોઈ બીમારીથી પીડિતા હોવ તો આજે યોગ-ધ્યાન કરશો તો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે તમારૂ નસીબ તમને 86 ટકા સુધી સાથ આપી રહ્યું છે. શિવ પરિવારની પૂજા કરજો.

કુંભ

આજે આ રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સારુ પરિણામ મળી શકે છે. લવ લાઈફમાં પણ સારો ફેરફાર થાય એવી શક્યતા છે. કેટલાંક લોકો પોતાના લવ મેટ સાથે હરવા ફરવા માટે પણ જઈ શકે છે. આજના દિવસે તમે તમારા માતા-પિતા સાથે મનની વાતો શેર કરી શકો છો. આજના દિવસે આ રાશિના કેટલાંક જાતકો નવી પુસ્તક પણ ખરીદી શકે છે. આજે તમારૂ નસીબ તમને 86 ટકા સુધી સાથ આપી રહ્યું છે. રામ રક્ષા સ્ત્રોતના પાઠ કરજો.

મીન

આજે આ રાશિના લોકો નાના ભાઈ-બહેનો સાથે સારો સમય વિતાવી શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સારા ફેરફાર થવાની સંભાવના છે, જેનાથી તમને પણ ખૂબ ખુશી મળશે. જો તમે નવું મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે તમારૂ આ સપનું પૂરુ થઈ શકે છે. કેટલાંક જાતકોના ઘરે આજે કોઈ સંબંધીના લગ્નનું આમંત્રણ પહોંચી શકે છે. આજે તમારૂ નસીબ તમને 85 ટકા સુધી સાથ આપી રહ્યું છે. હનુમાન ચાલીસાના પાઠ કરજો.

Share This :

Related Articles

Leave a Comment