બોલીવુડ / ઠગ સુકેશ ચંદ્રશેશર સાથે દોસ્તી કરવી જેકલીન ફર્નાન્ડિસને પડી ભારે, આ ફિલ્મમાંથી થઈ બહાર!

  • 15-Jan-2022 08:39 AM

બોલીવુડ એક્ટ્રેસ જેકલની ફર્નાન્ડિસ હાલ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના કથિત સંબંધોને લઈને મુશ્કેલીમાં મુકાઈ છે. 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં ઈડીની પૂછપરછ બાદ જેકલીન ફર્નાન્ડિસ સતત ચર્ચામાં રહી છે. જેકલીન ફર્નાન્ડિસ એક વાર ફરીથી ચર્ચામાં આવી છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે જેકલીન ફર્નાન્ડિસ એક મોટા બજેટની ફિલ્મમાંથી બહાર થઈ છે. જેની અટકળો પણ તેજ થઈ છે.

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ, જેકલીન ફર્નાન્ડિસ હવે નાગાર્જુન અક્કિનેનીની ફિલ્મ ધ ઘોસ્ટનો ભાગ નથી. જેકલીન ફર્નાન્ડિસ ફિલ્મમાંથી બહાર થઈ હોવાથી લોકો વિવિધ કારણોને લઈને અનુમાન લગાવી રહ્યા છે. કારણ કે કોઈ પણ આ પાછળના સત્યને જાણતુ નથી. લોકોનું માનવું છે કે, મની લોન્ડરિંગ કેસમાં નામ આવ્યા બાદ મેકર્સે જેકલીન ફર્નાન્ડિસ સાથે છેડો ફાડવાનું મન બનાવી લીધું છે. જો કે, ફિલ્મ ધ ઘોસ્ટના મેકર્સે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જેકલીન ફર્નાન્ડિસ ગયા વર્ષે આ પ્રોજેક્ટ માટે વાતચીત કરી રહી છે, પરંતુ તેણે આ ફિલ્મનો ભાગ નહીં બનવાનો નિર્ણય લીધો, કારણ કે નિર્માતા એક ફિલ્મ માટે તેના દ્વારા માગવામાં આવેલી ફીને અફોર્ડ કરી શકે એમ નથી. આ બધુ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જ થઈ ગયુ હતુ. નિર્માતા અને જેકલીન ફર્નાન્ડિસ બંનેએ શાંતિથી પોતાના આગામી પ્રોજેક્ટ પર કામ કરવાનો નિર્ણય લીધો હતો.

મહત્વનું છે કે, ધ ઘોસ્ટમાં પહેલા કાજલ અગ્રવાલને લેવામાં આવી હતી, પરંતુ તે તેની પ્રેગ્નન્સીના કારણે આ ફિલ્મથી અલગ થઈ હતી. એ પછી મેકર્સે જેકલીન ફર્નાન્ડિસના નામને ફાઈનલ કર્યુ હતુ. જો કે, જેકલીન ફર્નાન્ડિસ ફિલ્મ રામ સેતુ, બચ્ચન પાંડે, અટેક અને સરકસમાં નજરે પડશે. મહત્વની વાત છે કે, ઠગ સુકેશ સાથે જેકલીન ફર્નાન્ડિસના કેટલાંક ફોટા પણ વાયરલ થયા હતા. એ પછી મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ તે સતત ચર્ચામાં છે.

Share This :

Related Articles

Leave a Comment