રાજકારણ / ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત બાદ પણ દિલ્હીની સરહદ પરથી હટવા ખેડૂતો તૈયાર નથી. તેઓ પોતાની બધી માગને પૂરી કરવા કહી રહ્યા છે.

  • 22-Nov-2021 08:38 AM

 કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાની સામે આંદોલનની આગેવાની કરતા ખેડૂતો સંગઠનોના સમૂહ સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ખુલ્લો પત્ર લખ્યો છ. રવિવારે મોરચાએ આંદોલન કરી રહેલા રહેલા ખેડૂતોની છ માંગો રજૂ કરી. વડાપ્રધાનને લખેલા ખુલ્લા પત્રમાં એસકેએમએ કહ્યું કે, સરકારે તાત્કાલિક ખેડૂતો સાથે વાત કરવી જોઈએ, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

એસકેએમએ મોદીને લખેલા પત્રમાં કહ્યું કે, 'તમારા સંબોધનમાં ખેડૂતોની મુખ્ય માંગો પર નક્કર જાહેરાતના અભાવે ખેડૂતો નિરાશ છે.' પત્રના માધ્યમથી માગ કરવામાં આવી કે, કૃષિ કાયદાની સામે આંદોલન દરમિયાન ખેડૂતોની સામે નોધાયેલા કેસો તાત્કાલિક પાછા ખેંચવાાં આવે. સાથે જ મોરચાએ કહ્યું કે, કૃષિ કાયદા વિરોધી આંદોલન દરમિયાન જે ખેડૂતોના મોત થયા, તેમના પરિવારને પુનઃવસવાટ સહાય, વળતર મળવું જોઈએ.

છેલ્લા લગભગ એક વર્ષથી કેન્દ્રના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાની સામે પંજાબ, હરિયાણા અન પશ્ચિમી ઉત્તર પ્રદેશ સહિત દેશના જુદા-જુદા વિસ્તારના ખેડૂતો દિલ્હીની સરહદોની પાસે ધરણા કરી રહ્યા છે. વડાપ્રધાને શુક્રવારે દેશને નામ સંબોધનમાં ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચવાની વાત કરી ચૂક્યા છે, પરંતુ આંદોલનકારી ખેડૂતો પોતાની ઘણી અન્ય માંગોને લઈને હજુ પણ દિલ્હીની સરહદો રોકીને બેઠા છે.

સંયુક્ત કિસાન મોરચાએ આંદોનલકારી ખેડૂતોની છ માંગ રાખી છે. વડાપ્રધાનને લખેલા ખૂલ્લા પત્રમાં સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે, સરકારે તાત્કાલિક ખેડૂતો સાથે વાતચીત કરવી જોઈએ, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. એસકેએમએ કહ્યું કે, તમારા સંબોધનમાં ખેડૂતોની મુખ્ય માંગો પર નક્કર જાહેરાતના અભાવે ખેડૂતો નિરાશ છે.


ખેડૂત સંગઠનોએ કહ્યું કે, કૃષિ કાયદાની સામે આંદોલન દરમિયાન ખેડૂતોની સામે નોંધાયેલા કેસો તાત્કાલિકા પાછા ખેંચવા જોઈએ. કૃષિ કાયદા વિરોધી આંદોલન દરમિયાન જે ખેડૂતોના મોત થયા, તેમના પરિવારને પુન:વસવાટ સહાય અને વળતર મળવું જોઈએ.

નરમ પડવાનો કોઈ સંકેત ન બતાવતા ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી કે તેઓ એમએસપીની ગેરંટી સંબંધી કાયદા માટે દબાણ માટે સોમવારે લખનૌમાં મહાપંચાયતની સાથે જ પોતાના નિર્ધારિત વિરોધ પ્રદર્શન પર અડગ છે. તો, કેન્દ્ર સરકાર ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની તેમની માગને પૂરી કરવા માટે સસંદમાં બિલ લાવવાની તૈયારી કરી રહી છે. સરકારી સૂત્રોએ રવિવારે કહ્યું કે, ત્રણ કૃષિ કાયદાને રદ કરવા સંબંધિત બિલને મંજૂર આપવા પર બુધવારે કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા વિચાર કરાય તેવી શક્યતા છે, જેથી તેને સંસદના આગામી શિયાળુ સત્રમાં રજૂ કરી શકાય.

Share This :

Related Articles

Leave a Comment