ગુજરાત / ગુજરાતમાં શીતલહેર જારી: નલિયા 3.6, ગાંધીનગર 5.7, ડીસામાં 7.7 ડિગ્રી ઠંડી.

  • 15-Jan-2022 08:58 AM

છેલ્લા કેટલાક દિવસોથી દેશની ઉત્તરીય ભાગમાં હિમવર્ષા થઈ રહી છે. તેની અસરથી દેશના તમામ ભાગોમાં ઠંડા પવન ફૂંકાઈ રરહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આંકડા પર નજર કરીએ તો શુક્રવારે સવારે નલિયા 3.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ઉપરાંત રાજ્યના વિવિધ શહેરમાં દિવસનું તાપમાન સામાન્યથી ઓછું રહેવાની સાથે સાથે દિવસભર સૂસવાટા મારતા પવનને કારણે લોકો દિવસે પણ ઠુંઠવાઈ રહ્યા છે.

અમદાવાદમાં 9.5 ડિગ્રી, હજી ઠંડીની આગાહી

ગુરુવારે હવામાન વિભાગે આગાહી કરી હતી આગામી 24 કલાક દરમિયાન અમદાવાદનું તાપમાન 9 ડિગ્રીની આસપાસ નોંધાશે. જે અનુસાર અમદાવાદમાં શુક્રવારે સવારે 9.5 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. હજી આગામી કેટલાય દિવસો સુધી ગુજરાતમાં ઠંડીની અસર વર્તાશે તેવું હવામાન સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં
ઉલ્લેખનીય છે કે, ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુનું તાપમાન છેલ્લા ઘણા દિવસોથી માઈનસમાં નોંધાઈ રહ્યું છે ત્યારે ગુરુવારે પણ તાપમાનમાં ફરી ઘટાડો નોંધાતા સાર્વત્રિક બરફની ચાદર પથરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર માઉન્ટ આબુમાં ફરી અડઢો ડિગ્રી તાપમાનમાં ફરી અડધો ડિગ્રીનો ઘટાડો થતાં માઉન્ટ આબુ શહેરનું તાપમાન માઈનસ 4.5 ડિગ્રી જેટલું નીચું નોંધાયું હતું. જે જાન્યુઆરી મહિનાનું સૌથી નીચું તાપમાન હોવાનું સામે આવ્યું છે.

ક્યાં કેટલી ઠંડી નોંધાઈ
અમદાવાદ- 9.5 ડિગ્રી
રાજકોટ- 9 ડિગ્રી
સુરત- 14.2 ડિગ્રી

 


વડોદરા- 10.4 ડિગ્રી
ગાંધીનગર ગિફ્ટ સિટી- 8.6 ડિગ્રી
ગાંધીનગર IIPH- 5.7 ડિગ્રી
ભાવનગર- 12 ડિગ્રી
ભૂજ- 9.8 ડિગ્રી
ડીસા- 7.7 ડિગ્રી
કંડલા- 11.1 ડિગ્રી
પાટણ- 7.7 ડિગ્રી
પોરબંદર- 10.1 ડિગ્રી

Share This :

Related Articles

Leave a Comment