બિઝનેસ / Budget 2022: ક્રિપ્ટોમાં રોકાણ કરો છો? ભારે ભરખમ ટેક્સ ચુકવવા તૈયાર રહો.

  • 15-Jan-2022 08:58 AM

ક્રિપ્ટોકરન્સીને સરકાર શંકાની નજરે જોઈ રહી છે, ત્યારે આગામી બજેટમાં ક્રિપ્ટોકરન્સી અંગે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવે તેવી શક્યતા છે.

કોઇ વ્યક્તિએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હોય તો તેને બિઝનેસ ઇન્કમ કહેવાય કે નહીં તે વિશે સરકારે ટેક્સ સલાહકારોના અભિપ્રાય માંગ્યા છે.

સૂત્રોએ જણાવ્યું કે કેપિટલ ગેઇનની ગણતરીમાં ક્રિપ્ટોની આવકને બિઝનેસ આવક કહેવાય કે નહીં તેની સ્પષ્ટતા માંગવામાં આવી છે.

તેના કારણે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓ માટે ટેક્સ બોજમાં ખાસ્સો વધારો થશે.

સરકાર આગામી બજેટમાં ક્રિપ્ટો એસેટ્સમાંથી થયેલી આવક અને ગેઈનની વ્યાખ્યાને નવો ઓપ આપવા માંગે છે.

તેનો અર્થ એવો થયો કે ક્રિપ્ટોના રોકાણકારો અને ટ્રેડર્સ માટે તેમને જે વળતર મળ્યું હોય તેના પર 35 ટકાથી 42 ટકા સુધી ટેક્સનો દર રહેશે.

સરકારે આ ફેરફારો અંગે સિનિયર ટેક્સ સલાહકારોનો સંપર્ક કર્યો છે જે માત્ર ક્રિપ્ટો એસેટને લાગુ થશે, ઇક્વિટી જેવા અન્ય એસેટ ક્લાસ પર તેની અસર નહીં થાય.

ટેક્સ એડવાઈઝરી કંપની ધ્રુવા એડવાઈઝર્સના સીઈઓ દિનેશ કાનાબારે જણાવ્યું કે, “પેઇન્ટિંગ કે ક્રિપ્ટો એસેટ જેવી કોઈ પણ એસેટ માટે ક્રિપ્ટોકરન્સીમાં ચુકવણી કરવામાં આવી હશે તો રિસિવર માટે તે આવક જ ગણાશે. ક્રિપ્ટોકરન્સી ભારતીય રૂપિયામાં અંડરલાઈંગ વેલ્યૂ ધરાવે છે તેથી તેને આવક તરીકે કરપાત્ર ગણવી જોઈએ.”

રોકાણકારો જેટલી વખત ક્રિપ્ટો એસેટનું વેચાણ કરશે તેટલી વખત તેના વાસ્તવિક રિટર્નની ગણતરી કરીને તેના પર ટેક્સ ચુકવવો પડશે. તેઓ તે નાણાં દ્વારા અન્ય ક્રિપ્ટો એસેટ ખરીદી શકે છે. આ ઉપરાંત ક્રિપ્ટો ટ્રેડ પર સરકાર GST પણ લાગુ કરે તેવી શક્યતા છે. ક્રિપ્ટો ટ્રેડ માટે GSTનો દર 18 ટકા જેટલો હોઈ શકે છે.
 

Share This :

Related Articles

Leave a Comment