ગુજરાત / વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર સિમેન્ટ પોલ મૂકી રાજધાની ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ.

  • 15-Jan-2022 03:37 PM

વલસાડના અતુલ રેલવે સ્ટેશન પાસે કોઈ અસામાજીક તત્વોએ સિમેન્ટનો પોલ રેલવે-ટ્રેક ઉપર મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મોડી સાંજે મુંબઈ દિલ્હી અગસ્ત ક્રાંતિ અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ ટ્રેન પસાર થતાં સિમેન્ટના પોલને છૂંદી કાઢ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ રેલવે અધિકારી, સુરત રેન્જ DG સહિત વલસાડ પોલીસ અને રેલવેની GRP અને RPF સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે રાજધાની બાદની તમામ ટ્રેનને 5 મિનિટ લેટ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ટ્રેન સહિત તમામ યાત્રિકો સુરક્ષિત છે.

બનાવની વિગત મુજબ શુક્રવારે સાંજે અજાણ્યા ઈસમોએ રેલવે ટ્રેક નજીક રહેતો તારખૂંટાનો સિમેન્ટનો પોલ ઉખાડીને અમદાવાદ તરફના રેલવે-ટ્રેક ઉપર મૂક્યો હતો. આ દરમિયાન રેલવે ટ્રેક પરથી મુંબઈ દિલ્હી અગસ્ત ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ હતી. આથી આ એકસપ્રેસ ટ્રેનનાં એન્જિન સાથે આ પિલર અથડાયો હતો. ટ્રેન એટલી સ્પીડ માં દોડી રહી હતી કે રેલવે ટ્રેક પર મૂકવામાં આવેલો સિમેન્ટનો પિલર ટ્રેનને અથડાતાં જ ફેંકાઈ ગયો હતો.અને મોટી દુર્ઘટના થતા ટળી હતી.

જોકે ટ્રેન સાથે બનેલી આ અતિ ગંભીર ઘટનાની જાણ ટ્રેનનાં ચાલક એ તાત્કાલિક અતુલ રેલ્વે સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. જે બાદ રેલવે વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. રેલવે પોલીસ સહિત રેલવેના અધિકારીઓ સાથે વલસાડ જિલ્લા પોલીસનો કાફલો સ્થળ ઉપર ધસી આવ્યો હતો અને મામલાની ગંભીરતા જોતા ખુદ સુરત રેન્જ આઇ.જી પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. ઘટના સ્થળનું નિરિક્ષણ કર્યું હતું અને એફ.એસ. એલ સહિત ડોગ સ્કવોડને પણ બોલાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


પોલીસની જુદી જુદી ટીમો બનાવીને નજીકમાં રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી છે. તો રેલ્વે સ્ટેશનના ગુડ્સ ટ્રેન લાઈનના ચાલી રહેલા કામ ઉપર કામ કરતા કામદારોની પણ પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત બાતમીદારોને સતર્ક કરી અને ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદ મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share This :

Related Articles

Leave a Comment