ગુજરાત / ફરીવાર આ દ્રશ્ય નહીં જોઇ શકાય, ત્રીજી લહેરના ડરથી ઘરે પરત ફરવા લાગ્યા પ્રવાસી મજૂરો?

  • 17-Jan-2022 09:14 AM

દેશ એકવાર ફરી કોરોના મહામારીની ઝપેટમાં આવી ચૂક્યો છે. જેના લીધે પ્રભાવિત રાજ્યોમાં રાત્રિ કર્ફ્યુ અને વિકેન્ડ લોકડાઉન જેવા પ્રતિબંધોને લાગુ કરવામાં આવી રહ્યા છે. કોરોના પ્રતિબંધોને લીધે ઘરબાર છોડીને મોટા શહેરોમાં મજૂરી કરતાં પ્રવાસી મજૂરોમાં ડર જોવા મળી રહ્યો છે. કારણ કે બીજી લહેર પહેલા લોકડાઉનને લીધે પ્રવાસી મજૂરો જ સૌથી વધુ પ્રભાવિત થયા હતા. આ દ્રશ્ય હજુ પણ દેશવાસીઓ ભૂલ્યા નથી જ્યારે હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરો પોતાના ઘરે પહોંચવા માટે પગપાળા નીકળી પડ્યા હતા.

હવે આવા પ્રતિબંધોની આશંકાએ પ્રવાસી મજૂરો શહેરોમાંથી મોટા પ્રમાણમાં ઘરે પરત ફરવા માટે નીકળી શકે એવી સંભાવના વધી રહી છે. જોકે ગત લોકડાઉનમાં જે સંખ્યામાં પ્રવાસી મજૂરો ઘરે જવા નીકળી પડ્યા હતા, એની સરખામણીએ વર્તમાન સમયમાં સંખ્યા ઓછી છે. દિલ્હીમાં શુક્રવારની સાંજથી બે દિવસનું લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. જ્યારે પંજાબ, યુપી, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. રાજ્ય સ્તરે વકરી ચૂકેલા કોરોના સંક્રમણને નાથવા માટે કડક પ્રતિબંધો લાદ્યવામાં આવી શકે છે. એવામાં મોટા શહેરોમાં કમાવા આવેલા પ્રવાસી મજૂરોમાં ડર પ્રસરે એ સ્વાભાવિક છે.

દિલ્હીમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ ગંભીર બની ચૂકી છે. એવામાં અહીંથી પ્રવાસી મજૂરો મોટી સંખ્યામાં પરત ફરી રહ્યા હોવાના અહેવાલ છે. જોકે દિલ્હી પોલીસે આ અહેવાલને ખોટા ગણાવ્યા છે. દિલ્હી પોલીસે એના ટ્વીટર હેન્ડલ પર આવા સમાચારને અફવા ગણાવી છે અને લોકોને અપીલ કરી છે કે એનો વિશ્વાસ ના કરે.

આ સંદર્ભે દિલ્હી પોલીસે ટ્વીટમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં એક મહિલા પોલીસ અધિકારી લોકોને આવી અફવાઓ પર ભરોસો ના કરવાની અપીલ કરી રહ્યા છે.

Share This :

Related Articles

Leave a Comment