વર્લ્ડ / સાવ સસ્તામાં ઘર નવા જેવું બની જશે અને લોકો પૂછશે કે ક્યા ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે કરાવ્યું,

  • 22-Nov-2021 08:47 AM

દુનિયામાં વ્યક્તિ ગમે તે સ્થળે ફરીને આવે પણ હાથની લાગણી તો ઘરમાં આવીને જ થાય છે. મોટાભાગની મહિલાઓ પોતાના ઘરમાં જે કોઈપણ આવે તે ઘરના વખાણ કરે અથવા તેને ઘરમાં સમય વિતાવવાની ઈચ્છા થાય તે રીતે હોમ ડેકોરેટ કરવા માંગતી હોય છે. ઘરને ડેકોરેટ કરવામાં જો કોઈ ડિફરન્ટ સ્ટાઈલ કરવાનો વિચાર આવે ત્યારે પહેલા ખર્ચની ચિંતા થતી હોય છે. પરંતુ ઓછા ખર્ચે પણ ઘરને ડેકોરેટ કરી શકો છો. ઘરની દિવાલોને આકર્ષક લુક આપો. તે માટે તમારા ઘરની દિવાલ પર તમારે કેવા પ્રકારનું ડેકોરેશન કરવું છે તે નક્કી કરો.

સ્ટાફ, ચાદર, સ્ટોલ કે કોઈ સારી પ્રિન્ટવાળું કાપડ લો. તેને દિવાલની સાઈઝ પ્રમાણે તેનું આકર્ષક કટીંગ કરો. જે સારો લુક આપી શકે તે રીતે ચોરસ, ગોળ, પંચકોણ વગેરે જેવા શેપમાં તે કાપડને આકાર આપો. તેને દિવાલ પર લગાવવો. આ કરતી વખતે ધ્યાન રાખો કે કાપડનો રંગ દિવાલના રંગને ધ્યાનમાં રાખીને પસંદ કરો.

ડ્રોંઈગરૂમમાં પેઈન્ટિંગ લગાવવાથી વોલ સારી લાગે છે. પણ જો મોંઘું પેઈન્ટિંગ લગાવવાના બદલે જૂની ફ્રેમમાં પ્રિન્ટેડ કાપડના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે તો દેખાવ સારો આળશે.

ફ્રેમમાં પ્રિન્ટેડ કાપડનો ઉપયોગ કરી શકો છો, સાથે જો પ્લેન કાપડ હોય તો, તેમાં પહેલાના સમયમાં ચાકડા, પેચ ભરવામાં આવતા હતા. તે રીતે ગામઠી સ્ટાઈલ સ્ટાઈલિશ લાગે છે.

પ્લેન કાપડ પર ભરત કામ અથવા તો સ્ટોન વર્ક કરવામાં આવે તો તેને ફ્રેમિંગ કરવામાં આવે તો વધારે આકર્ષક લાગે છે. આ પ્રકારનો લુક તમે સ્ટડી રૂમમાં પણ કરી શકો છો.

જો તમારો લિવિંગ રૂમ મોટો હોય અથવા તો ઓસરી હોય તેની લાંબી દિવાલ પર જરીકામવાળી સુંદર સાડીનો ઉપયોગ કરીને તેને કાર્ડબોર્ડ પર સાડી લગાવીને દિવાલ પર તે બોર્ડ લગાવવામાં આવે તો તે રૂમને શાહી લુક મળે છે.

નાના નાના ડિફરન્ટ કલર ડિઝાઈનના કાપડને કાર્ડબોર્ડ પર ફ્રેમિંગ કરીને જો ડ્રોંઈગરૂમ, ડાઈનિંગ એરિયામાં, એન્ટ્રસમાં લગાવવામાં આવે તો ડિફરન્ટ લુક મળે છે.

કર્સ્યું રાઈટિંગથી સિગ્નેચર દ્વારા આખું કાપડ ભરી લો ત્યારબાદ તેને કાર્ડબોર્ડ પર લગાવીને બેડરૂમમાં બેડની પાછળ તેને લગાવો તેનાથી રૂમ સારો લાગશે સાથે કંઈક નવી જ ડિઝાઈન લાગશે.

Share This :

Related Articles

Leave a Comment