બિઝનેસ / આગામી અઠવાડિયે શેરોમાંથી કમાણી કરવા એક્સપર્ટની શું છે સલાહ?

  • 22-Nov-2021 09:13 AM

જો તમે પણ આગામી અઠવાડિયામાં શેરોમાં પૈસાનું રોકાણ કરીને સારી કમાણી કરવા માગો છો તો જાણો શેરબજારના એક્સપર્ટ કુણાલ બોથરા શું સલાહ આપી રહ્યા છે. શેરબજારના એક્સપર્ટ કુણાલ બોથરાએ કહ્યું કે આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક એમ આ બંને એવા શેર છે જે આગામી અઠવાડિયે રોકાણકારોને શાનદાર રિટર્ન આપી શકે છે. કારણકે ગત અઠવાડિયું શેરબજાર માટે સારું નથી રહ્યું.

શેરબજારના એક્સપર્ટ કુણાલ બોથરાએ કહ્યું કે શેરબજારમાં આગામી કેટલાંક સમય સુધી ઉતાર-ચઢાવ જોવા મળી શકે તેવી આશંકા જણાય છે. ગત અઠવાડિયે એવું કહેવાતું હતું કે આઈટી શેરબજારમાં કમબેક કરી શકે છે. ત્યારબાદ હેલ્થકેર શેરોથી પણ સારા પ્રદર્શનની આશા હતી. ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જેવા ઑટો શેરોએ પણ ગત અઠવાડિયે સારું પ્રદર્શન કર્યું. હવે શેરબજારની ચાલ એ વાત પર આધારિત છે કે બેંક નિફ્ટીનું પ્રદર્શન કેવું રહે છે. બેંક નિફ્ટી ઘણાં દિવસોથી મજબૂત જોવા મળી રહ્યું નથી અને એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આગળ પણ આ ટ્રેન્ડ જોવા મળી શકે છે.

શેરબજારના એક્સપર્ટ કુણાલ બોથરા વધુમાં જણાવ્યું કે આગામી અઠવાડિયે શેરબજારની શરૂઆત સામાન્ય રહી શકે છે. જો બેંક નિફ્ટીમાં રિકવરી દેખાડે છે તો શેરોમાં ખરીદી શરૂ થઈ શકે છે અને તેનાથી બજારમાં તેજી આવી શકે છે. તેમણે એવું પણ જણાવ્યું કે રોકાણકારોએ આગામી અઠવાડિયે કમાણી માટે આઈસીઆઈસીઆઈ બેંકના શેર ખરીદવા જોઈએ. આગામી અઠવાડિયાના અંત સુધી આઈસીઆઈસીઆઈ બેંકના શેર ₹800ના ટારગેટને સ્પર્શી શકે છે. કુણાલ બોથરાએ કમાણીવાળા બીજા શેર તરીકે એચડીએફસી બેંકનું નામ લીધું છે. તેમણે કહ્યું કે એચડીએફસી બેંકના શેરો અત્યારના લેવલ પર ખરીદી શકાય છે અને આગામી અઠવાડિયે તે ₹1600ના ટારગેટને સ્પર્શી શકે છે.

Share This :

Related Articles

Leave a Comment