સ્પોર્ટ્સ / ડેબ્યૂ મેચમાં જ આ ખેલાડીને માથામાં જોરથી બોલ વાગ્યો, હોસ્પિટલમાં ભરતી કરાયો.

  • 22-Nov-2021 09:57 AM

ક્રિકેટમાં દરેક ખેલાડી પોતાની ડેબ્યૂ મેચને યાદગાર બનાવવાનો પ્રયાસ કરવાનો પ્રયાસ કરતો હોય છે. પણ વેસ્ટ ઈન્ડિઝના એક ખેલાડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો પ્રથમ દિવસ જિંદગીભર યાદ રહેશે. પોતાની પહેલી મેચ રમવા ઉતરેલાં વેસ્ટઈન્ડિઝના ક્રિકેટરની સાથે મેદાન પર મોટી ઘટના સર્જાઈ હતી. શ્રીલંકાની સામે રવિવારથી શરૂ થયેલ પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ફિલ્ડિંગ દરમિયાન બેટ્સમેન શોટ માર્યા બાદ બોલ સીધા ફિલ્ડર ખેલાડી જેરેમી સોલોજાનોના માથ પર વાગ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, આ યુવા ક્રિકેટરને કોઈપણ પ્રકારની ગંભીર ઈજા પહોંચી નથી. અને ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.


રવિવારે શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં વેસ્ટ આફ્રિકાના ખેલાડી જેરેમીને બોલ હેલેમેટ પર વાગતાં જ તેનું હેલમેટ તૂટી ગયું હતું અને તે મેદાનમાં ઢળી પડ્યો હતો. ક્રિકેટરના આક્રમક શોટ બાદ આ રીતે માથામાં બોલ વાગતાં ખેલાડીઓ સહિત અમ્પાયર પણ ડરી ગયા હતા. બોલ વાગ્યા બાદ ઢળી પડેલાં જેરેમીને સ્ટ્રેચરની મદદથી ગ્રાઉન્ડની બહાર લઈ જવામાં આવ્યો હતો. જે બાદ તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


વેસ્ટઈન્ડિઝ ટીમ મેનેજમેન્ટ દ્વારા જેરેમીના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપવામાં આવ્યું છે. તેઓએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ખેલાડી સારું અનુભવી રહ્યો ન હતો, જે બાદ તેને સારવાર માટે કોલંબોની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જો કે તે બાદની અન્ય એક ટ્વીટમાં વેસ્ટઈન્ડિઝની ક્રિકેટે જણાવ્યું હતું કે, જેરેમીને સ્કેન કરવામાં આવ્યો હતો અને તેમાં કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી. અને એક રાત માટે ઓબ્ઝર્વેશન હેઠળ તે હોસ્પિટલમાં દાખલ રહેશે.

આ કિસ્સો મેચના પ્રથમ સેશનની 24મી ઓવરનો છે. રોસ્ટન ચેઝની ઓવરમાં શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્ને શોરટ બોલ પર પુલ શોટ પર રમ્યો હતો. જે પાસે ઉભેલાં જેરેમીના હેલમેટની ગ્રીલ પર વાગ્યો હતો અને 26 વર્ષીય જેરેમીના હેલમેટનો પાછળનો ભાગ તૂટી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસે ખેલ ખતમ થયા બાદ શ્રીલંકા મજબૂત સ્થિતિમાં જોવા મળ્યું હતું. કેપ્ટન અને ઓપિનંગ બેટ્સમેન દિમુથ કરુણારત્ને સદી ફટકારી અણનમ રહ્યો હતો.

Share This :

Related Articles

Leave a Comment