સ્પોર્ટ્સ / સિક્સ ફટકારતાં રોષે ભરાયો શાહીન આફ્રિદી, બેટ્સમેનને છુટ્ટો બોલ માર્યો.

  • 22-Nov-2021 09:59 AM

ટી20 વર્લ્ડ કપ ખતમ થયા બાદ વિશ્વમાં હવે ફરીથી ઘરેલુ સીરિઝ શરૂ થઈ ગઈ છે. ભારતમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝ રમાઈ રહી છે. જેમાં ભારતે 2-0થી સીરિઝ પોતાના નામે કરી દીધી છે. જ્યારે પાડોશી દેશ પાકિસ્તાન બાંગ્લાદેશમાં ટી20 સીરિઝ રમી રહ્યું છે. પણ આ ટી20 સીરિઝમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીની શરમજનક કરતૂત સામે આવી છે. તેની ઓવરમાં બાંગ્લાદેશના બેટ્સમેને સિક્સ ફટકારતાં શાહીન આફ્રિદી રોષે ભરાયો હતો અને બાદમાં તેણે આ વાતનો બદલો લેવા માટે બાંગ્લાદેશના બેટ્સમેનને જોરથી બોલ માર્યો હતો. જે બાદ બેટ્સમેન પીચ પર જ ઢળી પડ્યો હતો. આફ્રિદીની આ કરતૂત બાદ ફેન્સ તેના પર થૂં-થૂં કરી રહ્યા છે અને તેને બેન કરવાની માગ કરી રહ્યા છે.


પાકિસ્તાને ત્રણ મેચોની ટી20 ઈન્ટરનેશનલ સીરિઝના બીજા મુકાબલામાં બાંગ્લાદેશને આઠ વિકેટથી હરાવીને શનિવારે અહીં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. મેચમાં એ સમયે અજીબોગરીબ સ્થિતિ બની ગઈ, જ્યારે પાકિસ્તાનના પેસર શાહીન શાહ આફ્રિદીએ ગુસ્સામાં વિરોધી બેટ્સમેનને બોલ મારી દીધો હતો. આ મુકાબલામાં બાંગ્લાદેશ પ્રથમ બેટિંગ કરી રહ્યું હતું. ઈનિંગ્સની ત્રીજી ઓવર શાહીન શાહ આફ્રિદી નાખી રહ્યો હતો. જેના બીજા બોલ પર બેટ્સમેન અફીફ હુસૈને સિક્સ ફટકારી હતી. પોતાના બોલ પર હુસૈને સિક્સ ફટકારતાં આફ્રિદી લાલચોળ થઈ ઉઠ્યો હતો. જે બાદ નેક્સ્ટ બોલ અફીફે ડોટ રમી હતી, જે સીધા આફ્રિદી પાસે ગઈ હતી.


હાથમાં બોલ આવતાંની સાથે જ આફ્રિદીના મનમાં રહેલો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેણે સીધો થ્રો અફીફ પર ફેંક્યો. બોલ પદ પર વાગવાને કારણે અફીફ પીચ પર જ ઢળી પડ્યો હતો. જે બાદ પાકિસ્તાન ટીમમાં પણ ડર ફેલાઈ ગયો હતો અને તમામ પાકિસ્તાન ખેલાડીઓ અફીફ પાસે પહોંચી ગયા હતા. જો કે આ શરમજનક કરતૂત બાદ શાહિન આફ્રિદીએ માફી તો માગી લીધી હતી. પણ સોશિયલ મીડિયામાં લોકોએ તેને ભારે ટ્રોલ કર્યો હતો. મેચ બાદ પણ તેણે સામેથી બેટ્સમેનની માફી માગી હતી.

પાકિસ્તાન માટે મોહમ્મદ વસીમ, હારિસ રઉફ અને મોહમ્મદ નવાઝે એક-એક વિકેટ ઝડપી હતી. પાકિસ્તાને શુક્રવારે પ્રથમ મેચ ચાર વિકેટથી જીતી હતી. અને સીરિઝની અંતિમ ત્રીજી મેચ સોમવારે રમાશે. બાંગ્લાદેશની ટીમ 20 ઓરમાં સાત વિકેટ પર માત્ર 108 રન બનાવી શકી હતી. જમાંએ ઓપનર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની સાથે બીજી વિકેટ માટે 85 રનોની પાર્ટનરશિપ કરી હતી અને 11 બોલ અગાઉ જ ટીમને જીત અપાવી હતી.

Share This :

Related Articles

Leave a Comment