અંકલેશ્વર ગડખોલ બ્રિજ પર બાઈક ચાલક યુવાનનું પતંગની દોરી કપાળ કપાયુ હોવાની ઘટના સામે આવી છે. ગાડી ચલાવતી વેળા અચાનક પતંગની દોરી આવી જતા કપાળ ભાગ ચિરાઈ ગયો હતો. અન્ય વાહન ચાલકો દોડી આવી મદદ કરી હતી. 108 વડે સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
એક તરફ તંત્ર દ્વારા પતંગ દોરીથી કોઈનો જીવ ન જાય એ માટે જન જાગૃતિ સાથે મોપેડ સહીત બાઈક પર સેફટી ગાર્ડ રૂપે તાડ લગાવી આપવામાં આવી રહ્યા છે. આ વચ્ચે અંકલેશ્વર શહેર અને જુના નેશનલ હાઇવે નંબર 8 ને જોડાતા ગડખોલ ટી બ્રિજ પર પતંગ દોરીથી બચવા તાર ફેન્સીંગના હોવાના કારણે બુધવાર ના રોજ એક યુવાન દોરીમાં કપાયો હોવાની ઘટના સામે આવી છે.
અંકલેશ્વરના અલ્પેશ અશોકભાઈ પટેલ બ્રિજ પર પોતાની બાઇક લઇ પસાર થઇ રહ્યો હતો. દરમિયાન અચાનક પતંગની દોરી આવી જતા માથાના ભાગે દોરી ભેરવાઈ ગઈ હતી અને દોરી યુવાનના કપાળને ચીરી ઊંડે સુધી ખુંપી ગઈ હતી. જેને લઇ યુવાન રોડ પર પટકાયો હતો. ત્યાંથી પસાર થતા અન્ય વાહન ચાલકો દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : પાનોલી જીઆઈડીસી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી
યુવાનના કપાળેથી દોરી કાઢી હતી અને 108 ને જાણ કરતા 108 ની ટીમ દોડી આવી હતી. યુવાનને પ્રાથમિક સારવાર આપી જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયો હતો. પાલિકા દ્વારા માત્ર ઓએનજીસી ઓવર બ્રિજ પર જ તાર લગાવ્યા છે. જ્યારે ગડખોલ ટી બ્રિજ પર લગાવ્યા નથી. જ્યાં પાલિકા, પંચાયત ની હદ વચ્ચે બનેલા ટી બ્રિજ પર તાર ફેન્સીંગના હોવાથી યુવાનનું દોરીથી કપાળ કપાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.