Biporjoy Cyclone Sahay 2023: બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવી કેશડોલ્સ સહાય: ગુજરાત મહેસુલ વિભાગના આમુખ -૧ના ઠરાવથી કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોનેદૈનિક રોકડ સહાય (કેશડોલ્સ)ની સહાય ચૂકવવા માટેના ધોરણો ઠરાવવામાં આવેલ છે. ત્યારબાદ આમુખ-૨ના ઠરાવથી SDRF/NDRFઅન્વયે અપાતી તમામ પ્રકારની સહાય અસરગ્રસ્ત લાભાર્થીને બેંક એકાઉન્ટમાં DBT(Direct Benefit Transfer)અથવા PFMS (Public Fund Management System)મારફતે જ ચૂકવવાની સુચનાઓ અમલમાં છે.
બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવી કેશડોલ્સ સહાય – Biporjoy Cyclone Sahay 2023
પરંતુ, અસરગ્રસ્ત વિસ્તારમાં હાલના સંજોગોમાં બેન્કીંગ વ્યવહાર મુશ્કેલ બને. આ સંજોગોમાં કેશડોલ્સની રકમ અસરગ્રસ્ત ઇસમોના ખાતામાં જમા કરવી અને તેનો ઉપાડ કરવો તે પણ અતિકઠીન બને. આમ, અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાયભૂત થવા સહાયની રકમ રોકડમાં આપવા અંગેની બાબત વિચારણા હેઠળ હતી. આથી, BIPORJOY વાવાઝોડામાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં આ બાબત વિચારણામાં લઇ સરકાર નીચે મુજબ ઠરાવે છે.
વહિવટીતંત્ર દ્વારા BIPORJOY વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે. વહિવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલા અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્દભવતા મહેસૂલ વિભાગના તા.૧૮/૦૩/૨૦૨૧ ના સંદર્ભથી ઠરાવ્યા મુજબની સહાય ચૂકવવાની થાય છે.
2000 રૂની નોટબંધી બાદ હવે 500 રૂપિયાની નોટને લઈને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કરી મોટી જાહેરાત |
ધોરણ 10 બોર્ડનું રીઝલ્ટ વોટ્સએપથી જાણી શકાશે |
બિપોરજોય વાવાઝોડા સહાય 2023
બિપોરજોય વાવાઝોડા દરમ્યાન સ્થળાંતર કરાવવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મહત્તમ ૫(પાંચ) દિવસ માટે પુખ્ત વયની વ્યક્તિ માટે રૂ.૧૦૦/-પ્રતિદિન અને બાળકદીઠ રૂ.૬૦/-પ્રતિદિનની સહાય રોકડમાં ચૂકવવા આર્થી ઠરાવવામાં આવે છે. ૨. આમુખ-૧ના ઠરાવની અન્ય તમામ શરતો યથાવત રહેશે.
- આ ઠરાવ સરખા ક્રમાંકની ફાઇલ ઉપર સરકારશ્રીની મંજૂરી અન્વયે બહાર પાડવામાં
આવે છે. - ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે,
મહત્વપૂર્ણ લિંક :
બિપોરજોય વાવાઝોડા કેશડોલ્સ સહાય નો પરિપત્ર | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |