એલન મસ્કને પછાળીને આ મામલે ગૌતમ અદાણી બન્યા નંબર 1, જાણો શું છે આ બાબત : અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી માટે વર્ષ 2022 ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. વર્ષ 2022 માં, તેમણે ન માત્ર વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન પ્રાપ્ત કર્યું, પરંતુ આ વર્ષે તેઓ સૌથી વધુ કમાણી કરનાર પણ બન્યા
અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીનો માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. ગૌતમ અદાણી ભલે દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં એલન મસ્કથી પાછળ હોય, પરંતુ છેલ્લા એક વર્ષમાં તેમણે ટ્વિટરના સીઈઓને પછાડીને એક નવું સ્થાન હાંસલ કર્યું છે. વર્ષ 2022માં એલન મસ્કની સંપત્તિમાં મોટો ઘટાડો નોંધાયો હતો. ટ્વિટર ખરીદ્યા પછી, એલન મસ્કની નેટવર્થ સતત ઘટી રહી છે. મસ્કે એક વર્ષમાં $114 બિલિયનની સંપત્તિ ગુમાવી, જ્યારે ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કમાણી આસમાને પહોંચી.
મસ્ક ફ્લોપ, અદાણી હિટ
અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી માટે વર્ષ 2022 ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. વર્ષ 2022 માં, તેમણે ન માત્ર વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન પ્રાપ્ત કર્યું, પરંતુ આ વર્ષે તેઓ સૌથી વધુ કમાણી કરનાર પણ બન્યા. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિમાં આ વર્ષે $49 બિલિયનથી વધુનો વધારો થયો છે. ગૌતમ અદાણી વર્ષ 2022માં સૌથી વધુ કમાણી કરનારાઓની યાદીમાં નંબર 1 બની ગયા છે. જ્યારે ટ્વિટર, સ્પેસએક્સ, ટેસ્લા જેવી કંપનીઓના માલિક એલન મસ્ક આ યાદીમાં સૌથી નીચે પહોંચી ગયા છે.
એલન મસ્ક નીચે સરક્યા
એલન મસ્ક અબજોપતિઓની યાદીમાં ટોપ 10માં સૌથી નીચે પહોંચી ગયા છે. ટેસ્લા કિંગ એલન મસ્કની સંપત્તિમાં જબરદસ્ત ઘટાડો થયો છે. વર્ષ 2022 માં, મસ્કની સંપત્તિમાં $109 બિલિયનનું નુકસાન થયું. ટ્વિટર ખરીદ્યું ત્યારથી તેમની સંપત્તિમાં આ ઘટાડો સતત નોંધાઈ રહ્યો છે. મસ્કએ એક વર્ષમાં ટેસ્લાના $40 બિલિયનના શેર વેચી દીધા. તેમને માત્ર ત્રણ દિવસમાં 22 મિલિયન શેર વેચી દીધા. એલન મસ્કની સંપત્તિમાં આ ઘટાડા બાદ તેમની પાસે કુલ 156 બિલિયન ડોલરની સંપત્તિ રહી ગઈ છે. તાજેતરમાં જ તેમણે વિશ્વના સૌથી અમીર વ્યક્તિનો તાજ ગુમાવ્યો હતો. વર્ષ 2022માં તેમની કમાણી સૌથી ઓછી રહી છે.
ગૌતમ અદાણી ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ
અમદાવાદના બિઝનેસમેન વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. 60 વર્ષના અદાણી વિશ્વના ત્રીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. તેમની ઉપર એલન મસ્ક ($156 બિલિયન) અને બર્નાર્ડ આર્નોલ્ટ ($163 બિલિયન) છે. વર્ષ 2022માં અદાણીની સંપત્તિમાં સૌથી ઝડપી વધારો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, તેમણે આ વર્ષે $49 બિલિયનની કમાણી કરી અને તેમની કુલ સંપત્તિ $125 બિલિયન (10.34 લાખ કરોડ રૂપિયા) થઈ. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં નવમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ $88.2 બિલિયન છે.