ગુજરાત વિધાનસભામાં અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રી ઋષિકેશ પટેલે ઈમ્પેક્ટ ફી બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. ખાસ કરીને બિનઅધિકૃત બાંધકામોને લાભો તેને લગતા મળશે. ખાસ કરીને 1.10.2022 પહેલાના જે બાંધકામો હતા તેને ઈમ્પેક્ટ ફીનો લાભ મળવાપત્ર થશે.
ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસના સત્રની અંદર ઈમ્પેક્ટ ફી બિલ આજે રજૂ કરવામાં આવ્યું છે. આ બિલને લઈને ઘણા દિવસથી ચર્ચા હતી કેમ કે, ઘણી બિન અધિકૃત બિલ્ડીંગો કે રાજ્યભરમાં છે તે બિલ્ડીંગોને નિયમસર કરવાના હેતુસર આ બિલ પસાર કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર વિધાનસભામાં ઠરાવ પસાર કર્યા પછી ગુજરાતમાં ઇમ્પેક્ટ ડ્યુટી ઓર્ડિનન્સને કાયદો બનાવવા માટે બિલ રજૂ કરાયું છે. ગુજરાત વિધાનસભામાં અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. મંત્રી ઋષિકેશ પટેલે ઈમ્પેક્ટ ફી બિલ ગૃહમાં રજૂ કર્યું હતું. ખાસ કરીને બિનઅધિકૃત બાંધકામોને લાભો તેને લગતા મળશે. ખાસ કરીને 1.10.2022 પહેલાના જે બાંધકામો હતા તેને ઈમ્પેક્ટ ફીનો લાભ મળવાપત્ર થશે.
રેરાના કિસ્સામાં આ વટહુકમ લાગૂ નહીં પડે
માર્જિન અને પાર્કિંગમાં 50 ટકા ફી સાથે કાયદેસર થશે. આ નિયમ મનપા, શહેરી વિકાસ સંત્તા મંડળ અને નગર પાલિકામાં લાગુ પડશે. 50 ટકા પાર્કિંગ માટે બાંધકામ નિયમિત કરાશે. 50થી 100 મીટર સુધી 3 હજાર ચાર્જ નક્કી કરવામાં આવતો હોય છે. 100 મીટરથી વધુ માટે અંદાજિત 12 હજાર ફી નક્કી કરાઈ શકે છે. રાજ્ય સરકારે આમ વિવિધ પ્રકારે દર નક્કી કર્યા છે. ઈ નગર પોર્ટલ પરથી ઓનલાઈન અરજી થઈ શકશે. રેરાના કિસ્સામાં આ વટહુકમ લાગૂ નહીં પડે.