Tuesday, May 30, 2023
HomeAnkleshwarપાનોલી જીઆઈડીસી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી

પાનોલી જીઆઈડીસી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ ફાર્મા કંપનીમાં સાંજે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળતા હતા. દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા.

પાનોલી જીઆઈડીસી અક્ષર નિધિ ફાર્મા કંપનીમાં આજે ભીષણ આગ ફાટી નીકળી

આગનો કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા. આગના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે આ આગમાં કોઈને ઇજા કે જાનહાનિના અહેવાલ હાલ સુધી નાખવા મળી રહ્યા નથી. આગ લાગવાનું કારણ પણ હાલ સુધી જાણી શકાયું નથી.

આ પણ વાંચો : અંકલેશ્વરના ગડખોલ બ્રિજ પર બાઇક સવારનું કપાળ પતંગની દોરીથી ચીરાયું

SwatantraSamacharTeam
SwatantraSamacharTeamhttps://swatantra-samachar.com
સ્વતંત્ર સમાચાર ગુજરાતી ન્યૂઝ વેબ પોર્ટલ છે. જે ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને ઝડપી અને સચોટ ન્યૂઝથી અપડેટ રાખે છે. રાજકારણ હોય કે ક્રાઇમ, શિક્ષણ હોય કે સાયન્સ, સ્થાનિક હોય કે દેશ વિદેશ. પરિસ્થિતિ આસાન હોય કે કપરી, લેટેસ્ટ ન્યૂઝ સાથે આપને માહિતી આપવાનો અમારો ધ્યેય છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments