Thursday, April 25, 2024
Homeબળાત્કારના કેસમાં આસારામને આજીવન કેદ, 50 હજારનું વળતર ચુકવવા પણ કોર્ટનો આદેશ

બળાત્કારના કેસમાં આસારામને આજીવન કેદ, 50 હજારનું વળતર ચુકવવા પણ કોર્ટનો આદેશ

બળાત્કારના કેસમાં આસારામને આજીવન કેદ : ગાંધીનગર સેશન્સ કોર્ટમાં આસારામને ગઈકાલે બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યા હતા ત્યારે આજે કોર્ટ દ્વારા આસારામને સજા સંભળાવતા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત પિડીતને 50 હજારનું વળતર ચુકવવા માટે પણ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. કલમ 376 અને 377, 354, 342 સહીત આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 

ગુનો કરવાની કુટેવવાળા હોવાથી મહત્તમ સજા થવી જોઈએ તેમ વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. ગઈકાલે કોર્ટમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ આજે સજા ફટકારવામાં આવી છે. જો કે, ગઈકાલે આસારામ સિવાયના આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 

આસારામને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, બળાત્કાર મામલે આ સજા થઈ છે. સુરત રેપ કેસમાં કોર્ટે સંત આસારામને સામે કડક સજા કરી છે. કોર્ટે 2001ના રેપ કેસમાં આસારામ બાપુને દોષિત ઠેરવ્યા છે. લાંબી સુનાવણી બાદ કોર્ટે ગઈકાલે દોષિત ઠેરવ્યા હાદ આજ સજા સંભળાવી છે. ગાંધીનગર એડિશન ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગઈકાલે આસારામને વર્ચ્યુઅલ રીતે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં કુલ સાત લોકો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેમાં 6 નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 

આ 22 વર્ષ જૂના રેપ કેસમાં આસારામે સંત હોવા છતાં પણ બર્બરતાની તમામ હદો વટાવી દીધી હતી. આસારામે સુરતમાં રહેતી શિષ્યા પર બળાત્કાર તો કર્યો હતો સૃષ્ટી વિરુદ્ધનું પણ કૃત્યુ આચર્યું હતું. આ જ કારણ છે કે ઘટનાના આટલા વર્ષ પછી પણ પીડિતા આસારામના અત્યાચારને ભૂલી શકી નથી. આ ઘટના અમદાવાદના મોટેરા સ્થિત આસારામના આશ્રમમાં બની હતી. ગાંધીનગર સેશન્સ કોર્ટ આજે 3 વાગ્યે 22 વર્ષ જૂના રેપ કેસમાં આસારામને સજા સંભળાવી હતી. સુરતથી ફરીયાદ અમદાવાદ ટ્રાન્સફર થઈ હતી અને ગાંધીનગરમાં કોર્ટમાં કેસ ચાલ્યો હતો.  

SwatantraSamacharTeam
SwatantraSamacharTeamhttps://swatantra-samachar.com
સ્વતંત્ર સમાચાર ગુજરાતી ન્યૂઝ વેબ પોર્ટલ છે. જે ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને ઝડપી અને સચોટ ન્યૂઝથી અપડેટ રાખે છે. રાજકારણ હોય કે ક્રાઇમ, શિક્ષણ હોય કે સાયન્સ, સ્થાનિક હોય કે દેશ વિદેશ. પરિસ્થિતિ આસાન હોય કે કપરી, લેટેસ્ટ ન્યૂઝ સાથે આપને માહિતી આપવાનો અમારો ધ્યેય છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments