Friday, May 10, 2024
HomeAnkleshwarદેવુ પુરું કરવા કંપનીમાં જ કરી ચોરી અંકલેશ્વરની કેડીલામાંથી કિંમતી પાઉડર ચોરી...

દેવુ પુરું કરવા કંપનીમાં જ કરી ચોરી અંકલેશ્વરની કેડીલામાંથી કિંમતી પાઉડર ચોરી કર્યો હોવાનું ખુલ્યું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ક્રેડીલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીમાં નોકરી કરતા કર્મચારી અને તેના મિત્રએ મળી કંપનીના રુમમાં પડેલ પાઉડર ની ચોરી કરી ઘર સંતાડી રાખી અન્ય મિત્ર સાથે મળી વેચવા ની ફિરાકમાં હતા

માથે દેવું થઇ જતા કંપનીમાં નોકરી કરતા કર્મચારી અને તેના મિત્રએ મળી કંપનીના રુમમાં પડેલ પાઉડર ની ચોરી કરી ઘર સંતાડી રાખી અન્ય મિત્ર સાથે મળી વેચવા ની ફિરાકમાં હતા

તારીખ-૯મી જુલાઈના રોજ બપોરે ૧થી રાત્રીના ૧૦:૩૦ વાગ્યા દરમિયાન અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની અતુલ કંપની સામે આવેલ ક્રેડીલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીના એમ.પી.પી.ફોર પ્લાન્ટના પીડીસી સ્ટોરેજમાંથી ૪ કિલો ૨૦૦ ગ્રામ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાઉડર મળી કુલ ૧૨.૮૧ લાખના મુદ્દામાલની ચોરી કરી થતા ચકચાર મચી જવા પામી હતી.

પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા પોલીસને ફેનિલ પટેલના ઘરના તેના જ રૂમમાંથી ચોરી થયેલ ૪.૨૦૦ કિલો ગ્રામ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાઉડરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે જથ્થા અંગે ફેનિલ પટેલની પુછપરછ કરતા તેણે પોતાનું દેવું વધી જતા કંપનીમાં રહેલ કીમતી પાઉડરની ચોરી કરી હોવાનું કબુલ કર્યું હતું. પોલીસે કંપનીના કર્મચારી ફેનિલ નટવર પટેલ અને વિકાસ સુરેશ પટેલને ઝડપી પાડ્યો હતો.

આ અંગે કંપનીના અધિકારી શંકાના આધારે ફરિયાદ નોંધાવી હતી તે દરમિયાન ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ સાંઈ સુમન રેસિડેન્સીમાં રહેતો કંપનીનો કર્મચારી ફેનિલ નટવર પટેલ અને તેનો સંબંધી વિકાસ સુરેશ પટેલ સંડોવાયેલ છે.

બંન્ને મળીને કિંમતી પાઉડર વેચે તે પહેલા ભરૂચ એલસીબી પોલીસે બંન્ને ને તેમના ઘરે થી જ ઝડપી પાડી ચોરી થયેલ કિંમતી પાઉડર રીકવર કર્યો, પોલીસે ૧૨.૮૧ લાખ નો ૪.૨૦૦ ગ્રામ પાઉડર,બુલેટ સહિત મોબાઈલ મળી ૧૪.૯૧ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો

SwatantraSamacharTeam
SwatantraSamacharTeamhttps://swatantra-samachar.com
સ્વતંત્ર સમાચાર ગુજરાતી ન્યૂઝ વેબ પોર્ટલ છે. જે ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને ઝડપી અને સચોટ ન્યૂઝથી અપડેટ રાખે છે. રાજકારણ હોય કે ક્રાઇમ, શિક્ષણ હોય કે સાયન્સ, સ્થાનિક હોય કે દેશ વિદેશ. પરિસ્થિતિ આસાન હોય કે કપરી, લેટેસ્ટ ન્યૂઝ સાથે આપને માહિતી આપવાનો અમારો ધ્યેય છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments