Friday, April 26, 2024
HomeArchitectureWeather Forecast: રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે આ તારીખથી માવઠાની કરી...

Weather Forecast: રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ, હવામાન વિભાગે આ તારીખથી માવઠાની કરી આગાહી

Weather Forecast:કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે.  મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 13થી 15 એપ્રિલ વચ્ચે માવઠું વરસી શકે છે. 13 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડમાં  કમોસમી વરસાદ વરસી શકે છે. 14 એપ્રિલે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સહિત દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં કમોસમી વરસાદ વરસી શકે છે

સ્કાયમેટે જાહેર કર્યુ છે કે, દેશમાં મોનસૂનની સાથે સાથે લૂ ફુંકાવવાનો અનુમાન છે. જૂનથી ઓગસ્ટ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં 10થી 20 દિવસ સુધી લૂ  ફુંકાઈ શકે છે, ચોમાસામાં વિલંબ થવાના કારણે ચોમાસામાં પણ  પણ થોડા દિવસ ગરમી  સહન કરવી પડી શકે છે.

દુનિયામાં માર્ચ મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો છે. પ્રથમવાર આખા વર્ષનું સરેરાશ તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થતા રેકોર્ડ તૂટ્યો છે. કાર્બન ડાયોક્સાઈડ અને મિથેનનું પ્રમાણ ઝડપથી વધતા પૃથ્વીના સરેરાશ તાપમાનમાં વધારો થયો છે. રાજ્યભરમાં આકાશમાંથી અગનજ્વાળા વરસતા 5 શહેરોનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર  પહોંચ્યું છે. કચ્છમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે.

C3Sના ડેપ્યુટી ડિરેક્ટર સમન્થા બર્ગેસે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સરેરાશ તાપમાન અત્યાર સુધીનું સૌથી વધુ નોંધાયેલું છે, જે છેલ્લા 12 મહિનામાં પૂર્વ ઔદ્યોગિક સ્તર કરતાં 1.58 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. ” વધુ ગરમીને રોકવા માટે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઝડપી ઘટાડો જરૂરી છે.” વૈશ્વિક સ્તરે, વર્ષ 2023 એ 174 વર્ષના અવલોકન કરેલા રેકોર્ડમાં સૌથી ગરમ વર્ષ હતું, જેમાં વૈશ્વિક સરેરાશ નજીકની સપાટીનું તાપમાન પૂર્વ ઔદ્યોગિક આધારરેખા (1850 1900) કરતાં 1.45 ડિગ્રી સેલ્સિયસ ઉપર હતું

SwatantraSamacharTeam
SwatantraSamacharTeamhttps://swatantra-samachar.com
સ્વતંત્ર સમાચાર ગુજરાતી ન્યૂઝ વેબ પોર્ટલ છે. જે ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓને ઝડપી અને સચોટ ન્યૂઝથી અપડેટ રાખે છે. રાજકારણ હોય કે ક્રાઇમ, શિક્ષણ હોય કે સાયન્સ, સ્થાનિક હોય કે દેશ વિદેશ. પરિસ્થિતિ આસાન હોય કે કપરી, લેટેસ્ટ ન્યૂઝ સાથે આપને માહિતી આપવાનો અમારો ધ્યેય છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments